Friday, October 9, 2009

કોણ ધબકે છે??!

નાની અમથી મુલાકાતમાં ઘડિઓ ખુંટે છે,
મન સદિઓ નાં સંગાથનો ઘડિયો ઘુંટે છે,
હ્રદય શાં માટે લાગણીનાં જાળા ગુંથે છે!

જીવનમાં તો છે વહેતાં ઝરણાંની રમઝટ,
સુખ-દુ:ખ નાં ખડક એને ક્યાં ડંખે છે;

પ્રેમમાં ન્યોછાવર થવાની હિમ્મત,
મૃત્યુની એને ક્યાં અડચણ નડે છે;

તમારાં પ્રેમની છે વર્ષોથી ચાહત,
નિર્મલ, શું ખબર એમનાં દિલમાં કોણ ધબકે છે.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, April 21, 2009

સમર્પિત!

તમારા પ્રેમ થી રહ્યો છું વંચિત,
તમારી યાદો રાખે છે હ્રદય સંચિત,
હું જો હોત તમારો મનમીત,
જો જીવન હોત મધુર સંગીત.

તમારા સ્મિતથી છે જે મોહિત,
દિલમાં એવી લાગણીની પ્રજ્વલિત,
તમારી આંખો છે કામણથી શોભિત,
જે મારું હૈયું કરિ નાખે સ્થગિત.

તમારું તન સુખડની જેમ સુવાસિત,
હંમેશા જે કરતું મને આકર્ષિત,
તમારા બોલ જાણે નટખટ સુભાષિત,
જીવનનું તે સત્વ કરતાં પ્રદર્ષિત.

એમનું 'ચિંતન' નથી કરિ શકતો ખંડિત,
'નિર્મલ' મન છે કેવળ એમને સમર્પિત.

-- નિર્મલ પાઠક "સત્વ".

જીવન બની રહિશ!

તમારી આંખોમાં ના સહી,
તમારાં આંસુ બની રહિશ;
તમારા સુખમાં ના સહી,
દુ:ખમાં તો કામ આવિશ.

તમારા હોઠો પર ના સહી,
તમારા ખયાલોમાં રહિશ;
ઉચ્ચારેલાં શબ્દોમાં ના સહી,
તમારાં મનમાં તો રહિશ.

તમારાં દિલમાં ના સહી,
દિલની ધબકાર બની રહિશ,
તમારો પ્રિયતમ ના સહી,
તમારું જીવન તો બની રહિશ.

-- નિર્મલ પાઠક "સત્વ".

Friday, March 27, 2009

આધાર!

એમને ભાળવા આંખો તરસી રહી,
અને ગગનને તાકી જોતી રહી;
સ્વપનો માં આવન-જાવન વધી ગયી,
એ ગ્રીષ્મનું મૄગજળ બની જઇ.

મન એમની મુલાકતની તક શોધતું રહ્યું,
એમને વાત કરે ઋતુઓ બદલાઇ ગયી;
દિલ એમનાં સંભારણાં કરતું રહ્યું,
હવે તો મિલનની આશા પણ ઘટી ગઇ.

જીવન એકલવાયું થયું છે,
જીવતરની ક્ષુધા ઓછી થઇ;
'નિર્મલ' છતાંયે જીવવું પડશે,
એમને આધાર સ્તંભ માની લઇ.

-- નિર્મલ પાઠક "સત્વ".

Monday, March 23, 2009

વસંત!

એમનાં પ્રેમ મહી, ગગન થકી પહોંચ્યો છું,
એમને સંગીની માની, પાતાળ સુધી નમ્યો છું.

માણવાં એક લહર સ્મિતની, ઋતુઓ ગણતો બેઠો છું,
મારાથી છે નારાજગી એમની, હું પથ્થર બની પડ્યો છું

આશા તો ઘણી છે મુલાકાતની, વર્ષાની આસ જોઇ રહ્યો છું,
જીવનમાં એમનાં સહવાસની, વસંત માણવાં જીવતો છું!

-- નિર્મલ પાઠક "સત્વ"

Sunday, February 22, 2009

અંતર્યામી!

નાહક એમને સંદેશા મોકલી,
લોહીનું પાણી કરું છું,
દિલમાં એમની તસવીર કોતરી,
જીવન માણી લઉં છું.

એમની યાદોમાં કવિ બની,
શબ્દોની ઊજાણી કરું છું,
હ્રદય પરા હાથ મુકી,
એમની જ વાણી સાંભળુ છું.

એમનાં ચિંતનથી દુર રહી,
પ્રેમની ચકાસણી કરું છું,
ને એમનાથી વિખુટા રહી,
અંતર્યામી બની જાણી લઉં છું.

-- નિર્મલ પાઠક "સત્વ".

Monday, February 16, 2009

જીવન

જીવનની એકલતા દિલને કોરી ખાય,
જ્યારે ગળે લાગણીનો ડૂમો ભરાય,
ત્યારે પ્રિયતમનો વિરહ વર્તાય.

આંખો એમની યાદથી ઝળઝળાય,
ચહેરો આંસુનાં વરસાદથી ભીંજાય,
ને મનને એમના દર્શનની ઇચ્છા થાય.

એમનું આંચલ કઇ રિતે વિસરાય,
હર એક પળ સદીની જેમ કપાય,
ને લાગે જાણે મોતથી રાહત થાય.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, January 27, 2009

આદત.

તમારી આદત છે હસીને નકારવી,
મારી છે આદત હસીને સ્વીકારવી;

કરું હું જ્યારે વાત તમારા સંગાથની,
નડે છે તે આદત તમારા સ્વભાવની;

મનને છે ચાહત તમારા મિલનની,
તમને ક્યાં છે કદર મારા હ્રદયની;

આ છે કેવળ વાતો વેહતા સમયની,
આજે છે અંધકાર હશે કાલે રોશની;

મનની પણ આદત છે પળમાં બદલાવાની,
ક્યારેક આપણી પણ થશે વાતો પ્રણયની.

-- નિર્મલ પાઠક "સત્વ".

Friday, January 16, 2009

સહવાસ

તમને કેહવી છે ઘણી વાતો,
પણ તમને જોતાં જ રુંધાય છે શબ્દો;
તમને કેમ કહું મનના વિચારો,
તેથી જ તો રચું છું આ ગીતો.

તનમાં ઝણઝણે છે તમારા તરંગો,
જ્યારથી થયો છું તમારાથી વિખુટો,
હજુંયે એ પળો નથી વિસરતો,
જ્યારે સમય તમારી સાથે વિતાવતો.

રેશમની દોરી હતો સહવાસ તમારો,
સાથે હતાં ત્યારે લાગ્યો સુંવાળો,
દુર જતાં જ જે તણાયો,
ને ચિતંનથી નિર્મલ હણાયો.

-- નિર્મલ પાઠક "સત્વ"