તમારા પ્રેમ થી રહ્યો છું વંચિત,
તમારી યાદો રાખે છે હ્રદય સંચિત,
હું જો હોત તમારો મનમીત,
જો જીવન હોત મધુર સંગીત.
તમારા સ્મિતથી છે જે મોહિત,
દિલમાં એવી લાગણીની પ્રજ્વલિત,
તમારી આંખો છે કામણથી શોભિત,
જે મારું હૈયું કરિ નાખે સ્થગિત.
તમારું તન સુખડની જેમ સુવાસિત,
હંમેશા જે કરતું મને આકર્ષિત,
તમારા બોલ જાણે નટખટ સુભાષિત,
જીવનનું તે સત્વ કરતાં પ્રદર્ષિત.
એમનું 'ચિંતન' નથી કરિ શકતો ખંડિત,
'નિર્મલ' મન છે કેવળ એમને સમર્પિત.
-- નિર્મલ પાઠક "સત્વ".
1 comment:
ભાઇ તમને તો મીટર પણ ફાવી ગયું છે. છંદશ જ જાય છે. જામે છે હોં..... તમારો મુશાયરો હોય તો અમને યાદ કરજો. આવીશું.
Post a Comment