Tuesday, January 27, 2009

આદત.

તમારી આદત છે હસીને નકારવી,
મારી છે આદત હસીને સ્વીકારવી;

કરું હું જ્યારે વાત તમારા સંગાથની,
નડે છે તે આદત તમારા સ્વભાવની;

મનને છે ચાહત તમારા મિલનની,
તમને ક્યાં છે કદર મારા હ્રદયની;

આ છે કેવળ વાતો વેહતા સમયની,
આજે છે અંધકાર હશે કાલે રોશની;

મનની પણ આદત છે પળમાં બદલાવાની,
ક્યારેક આપણી પણ થશે વાતો પ્રણયની.

-- નિર્મલ પાઠક "સત્વ".

Friday, January 16, 2009

સહવાસ

તમને કેહવી છે ઘણી વાતો,
પણ તમને જોતાં જ રુંધાય છે શબ્દો;
તમને કેમ કહું મનના વિચારો,
તેથી જ તો રચું છું આ ગીતો.

તનમાં ઝણઝણે છે તમારા તરંગો,
જ્યારથી થયો છું તમારાથી વિખુટો,
હજુંયે એ પળો નથી વિસરતો,
જ્યારે સમય તમારી સાથે વિતાવતો.

રેશમની દોરી હતો સહવાસ તમારો,
સાથે હતાં ત્યારે લાગ્યો સુંવાળો,
દુર જતાં જ જે તણાયો,
ને ચિતંનથી નિર્મલ હણાયો.

-- નિર્મલ પાઠક "સત્વ"

Monday, December 15, 2008

લાગણી.

તમારી સાથે કંઇ લાગણી એવી થઇ ગઇ,
દિલનાં દરેક ઓરડામાં તમારી છબી કરી ગઇ;
જીવનમાં કેટલીક મનસા કંઇ એવી ઘાડાઇ ગઇ,
પ્રેમ તમારો પામું જીવનસાથી બની જઇ.

તારી સાથે રેહવું એ રોજનીશી મારી હતી,
જીવતરનાં એ સુવર્ણકાળમાં મૈત્રી વધતી ગઇ;
સંસારની માયાજાળમાં તું મને શોધતી રહી ગઇ,
વિરહનાં એ અંધકારમાં મુલાકાતો ની યાદો રહી ગઇ.

ચાહું છું તને કેટલું તું જાણી નથી શકી,
મળો ક્યારેક તો જણાવું કવિ બની જઇ;
તને પ્રેયસી કેહવાની તકો ઘણી નિકળી ગઇ,
'નિર્મલ' તે પ્રેમની નિષ્ફળ બાજી રમી લીધી.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, December 9, 2008

યાદ!

એમની દરેક વાતો યાદ આવે છે,
એ શબ્દો નું વેહતું ઝરણું યાદ આવે છે;
એમની સુંદર આંખો યાદ આવે છે;
એ કામણનું ઘરેણું યાદ આવે છે.

એમનુ નટખટ સ્મિત યાદ આવે છે,
એ મિત્રતાનું આંગણ યાદ આવે છે;
એમની નારજ થવાની રીત યાદ આવે છે;
એ જુઠું રિસામણું યાદ આવે છે.

એમની સાથે પ્રણયની શરુઆત યાદ આવે છે,
એ લાગણીનું અમૃત પીણું યાદ આવે છે;
એમને કરેલા મારાં પ્રેમની રજુઆત યાદ આવે છે,
એ જીવનનું ઊઠામણું યાદ આવે છે.

-- નિર્મલ પાઠક "સત્વ"

Friday, November 7, 2008

તમારો.

મારા જીવનના આગંણ માં,
તમે એકમાત્ર ગુલાબ નુ પુષ્પ છો;
જીવનને પ્રેમથી સુવાસિત કરનાર,
તમે જ તો હ્રદયનો શ્વાસ છો.

તમારા બધાં ગુણ છે સુરજનાં,
મને રોશની શોધતું સુરજમુખી સમજો;
તમારી મોહકતા છે ચાંદ ની,
મને એને માણતો આશિક સમજો.

તમે અનંત ફેલાયેલું આકાશ છો,
મને તેમાનો એક તારો સમજો;
એકમાત્ર માંગણી છે મારી તમને,
તમે મને કેવળ 'તમારો' સમજો.

-- નિર્મલ પાઠક "સત્વ".

Sunday, September 28, 2008

પ્રિયતમ!

પ્રિયતમ રે પ્રિયતમ રે,
ક્યારેક તો તું મળવા આવ,
બેસી ને વાતો કરીશું,

તને આવતાં અહીં લાજ આવે તો તું,
ઓઢી ને આવીજા વાદળ ઘેરાં.

દિલ માં જે સમાયેલું છે,
તે સઘળું તમને કેહવું છે,
મન ની અમુક સમસ્યાનું હળ,
કેવળ તમે આપી શકો ના ઇશ્વર.

તમારા દિલની છે શું ચાહત,
મારે તો છે એ જાણવું,
તમારું મન તો છે ઘણું વિશાળ,
તો મને કેમ ના સમાવી શક્યું?

-- નિર્મલ પાઠક "સત્વ".

Sunday, September 7, 2008

ચાહત!

હું તમને પ્રેમ કરી ન શકત ,
મને જો તમારી ન હોત આદત.
દિલ ની વાત હું કહી ન શકત ,
મને જો તમારી ન હોત ચાહત. .


તમારો વિરહ હું સહી શકત ,
લાગણી ની ન રચાઇ હોત ઇમારત.
તમારા દિલ માં હું વસી શકત ,
તમને જો લાગી હોત મારી જરુરત. .

તમે મને જો પ્રેમ કરી શકત,
તો માર દિલ ને હોત રાહત.
તમે પણ મને ચાહી શકત,
મારા દિલ ને જો તમે સમજત.

-- નિર્મલ પાઠક "સત્વ".