Wednesday, September 4, 2013

મિત્ર તને હું શું કહું?


મિત્ર તને હું શું કહું? ભાઈ કહું કે બાપ?
જીવનનાં દર ડગલે, કેવળ તે જ આપ્યો સાથ.

મિત્ર હતો મારો એવો, જાણે યોદ્ધાની ઢાલ;
સખત ઠંડી સહન કરી, મને ઓઢાડી શાલ.

બાળપણમાં જે હાથ મેળવ્યાં, બન્યો યુવાનીનો સંગાથ;
આમ કેમ ટુંકાવી મિત્રતા, તારાં કેમ રુંધાયા શ્વાસ?

સાથે વિતાવેલી પળો, અપાવે તારી યાદ;
તારાં અનેકો છે ઉપકાર,  કેમ કરી ચુકવું મારાં યાર?
=== ૐ ===

મારો વ્હાલો મિત્ર મિતેષ ઉર્ફે "ગોપાલ" ને સમર્પિત.

જેણે બુધવાર, શ્રાવણ વદ ચૌદશ, સં. ૨૦૭૦. તા. ૦૩-૦૯-૨૦૧૩ નાં રોજ માત્ર ૩૧ વર્ષની ઉંમરે દેહ છોડ્યો.

~ નિર્મલ પાઠક "સત્વ".

Thursday, June 27, 2013


માણસ મનન અને ચિંતન કરતો હોવો જોઇએ, ભોજન અને પ્રજનન તો પ્રાણીઓ પણ કરે છે.

~ નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, August 23, 2011

એકલતા

શ્બ્દો જોડાઈ જતાં, પદ્ય બની જાય છે.
આંસુ સરી પડતાં, તથ્ય મળી જાય છે.
અસહ્ય જીંદગી થઇ જાય છે,
જ્યાં એકલતા ભળી જાય છે.

Wednesday, April 21, 2010

વિરહ......

એમની મુલાકાત ને વર્ષો વીતી ગયાં,
જાણે વહેતાં ઝરણાં દરિયામાં વહિ ગયાં,
સહવાસ ની યાદો નાં જાળા બની ગયાં,
અમે પ્રેમ સભર સંબંધો નાં માળખાં રચી લિધાં.

Friday, October 9, 2009

કોણ ધબકે છે??!

નાની અમથી મુલાકાતમાં ઘડિઓ ખુંટે છે,
મન સદિઓ નાં સંગાથનો ઘડિયો ઘુંટે છે,
હ્રદય શાં માટે લાગણીનાં જાળા ગુંથે છે!

જીવનમાં તો છે વહેતાં ઝરણાંની રમઝટ,
સુખ-દુ:ખ નાં ખડક એને ક્યાં ડંખે છે;

પ્રેમમાં ન્યોછાવર થવાની હિમ્મત,
મૃત્યુની એને ક્યાં અડચણ નડે છે;

તમારાં પ્રેમની છે વર્ષોથી ચાહત,
નિર્મલ, શું ખબર એમનાં દિલમાં કોણ ધબકે છે.

-- નિર્મલ પાઠક "સત્વ".

Tuesday, April 21, 2009

સમર્પિત!

તમારા પ્રેમ થી રહ્યો છું વંચિત,
તમારી યાદો રાખે છે હ્રદય સંચિત,
હું જો હોત તમારો મનમીત,
જો જીવન હોત મધુર સંગીત.

તમારા સ્મિતથી છે જે મોહિત,
દિલમાં એવી લાગણીની પ્રજ્વલિત,
તમારી આંખો છે કામણથી શોભિત,
જે મારું હૈયું કરિ નાખે સ્થગિત.

તમારું તન સુખડની જેમ સુવાસિત,
હંમેશા જે કરતું મને આકર્ષિત,
તમારા બોલ જાણે નટખટ સુભાષિત,
જીવનનું તે સત્વ કરતાં પ્રદર્ષિત.

એમનું 'ચિંતન' નથી કરિ શકતો ખંડિત,
'નિર્મલ' મન છે કેવળ એમને સમર્પિત.

-- નિર્મલ પાઠક "સત્વ".

જીવન બની રહિશ!

તમારી આંખોમાં ના સહી,
તમારાં આંસુ બની રહિશ;
તમારા સુખમાં ના સહી,
દુ:ખમાં તો કામ આવિશ.

તમારા હોઠો પર ના સહી,
તમારા ખયાલોમાં રહિશ;
ઉચ્ચારેલાં શબ્દોમાં ના સહી,
તમારાં મનમાં તો રહિશ.

તમારાં દિલમાં ના સહી,
દિલની ધબકાર બની રહિશ,
તમારો પ્રિયતમ ના સહી,
તમારું જીવન તો બની રહિશ.

-- નિર્મલ પાઠક "સત્વ".